Quick Links
Upcoming Events
-
Summer Essentials Workshop - By Chef Jalpa Ambani
Date: 22 Jun 2019
Time: 10:00 AmM to 1:00 PM
Venue: 2B, Arun Society, Nr. Mahalaxmi Cross roads, Paldi, Ahmedabad, 380007
Stay Connected
Back to Herexpertise Gujarati - Meena Mehta - Manuni
Meena Mehta - Manuni
મીના મહેતા "માનુની"
કન્યાઓના માસિક અને તેની સ્વચ્છતા વિશે વાત કરવા માટે આપણે ઘણાં નીડર બન્યાં છીએ. ઘણાં એનજીઓ છે જે આ બાબતે કન્યાઓને, મોટે ભાગે ગરીબ કન્યાઓ ને શિક્ષિત કરવાનું કામ કરે છે. પરંતુ ખરેખર તેનું યોગ્ય વળતર મળે છે?
જાગૃતિ ફેલાવવી સારી છે, પરંતુ વાસ્તવિક સહાય એ છે કે તેમની પાસે જવું અને તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવું. ઠીક છે, એકવાર તે છોકરીઓ વ્યક્તિગત સ્વચ્છતાની કાળજી લે, પણ પછી શું? શું તેઓ અથવા તેમનો પરિવાર દર મહિને પેડ્સ ખરીદવા માટે નાણાકીય રીતે સક્ષમ હોય છે? એવા પરિવારો પણ છે કે, જેમને પરિવારના દરેક સભ્યો માટે અન્ડરગારમેન્ટ ખરીદવાનું પરવડી શકે તેમ નથી. આપણામાંથી કેટલાએ તેના વિશે વિચાર કર્યો છે?
મીના મહેતા, સુરતની ૬0 વર્ષની મહિલા એનજીઓના ટેગ વગર, "માનુની" ના નામથી છેલ્લા ચાર વર્ષથી કોઇપણ બેનર કે સ્ટેજ કે કોઇપણ સ્પોટલાઇટ વગર ૪0 મ્યુનિસિપલ સ્કૂલોની ૪000થી વધુ છોકરીઓ અને સુરતની ૧૮ ઝૂંપડપટ્ટીમાં દર મહિને સ્વચ્છતા કિટ્સ અને સેનેટરી નેપકિન્સનું વિતરણ કરીને શહેરની ગરીબ કન્યાઓમાં વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વાસ્થ્યની જાગૃતિ ફેલાવી રહી છે. તેણીએ તેમના પતિ અતુલ મહેતાની મદદથી આ પહેલ શરૂ કરી , જેમણે આ ઉમદા કાર્ય શરૂ કરવા માટે તેમને 25,000 આપ્યા. માનુની માત્ર એક સ્વયં ભંડોળીત પહેલ છે અને તેઓ આ હેતુ માટે તેમની આજીવન કરેલી બચતનો ઉપયોગ કરી રહ્યા છે.

તેઓ દર મહિને દરેક છોકરીને "મેજિકલ કિટ" નામની કિટ આપે છે જેમાં સેનિટરી નેપકિન પેક, સાબુ, ઇનર્સનો એક સેટ, બ્રશ અને શેમ્પૂના ચાર પેકેટ હોય છે.
દરેક શાળામાં મુલાકાત લેતા અને કિટ્સની વહેંચણી માટે 2-3 કલાક લાગે છે. તેમનો પરિવાર તેમને કિટ્સ બનાવવામાં અને પેકિંગ કરવામાં મદદ કરે છે.
પ્રેરણા: એક સામાજિક કાર્યકર અને ઈન્ફોસીસ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી સુધાએ, 2004 ના હિંદ મહાસાગરના સુનામી બાદ રાહત પુરવઠા માટે ચેન્નાઇને સેનિટરી નેપકિન્સના ચાર ટ્રક મોકલ્યા. અને તેમણે તે સમય નક્કી કર્યું કે તે જ્યારે પણ જીવનમાં સામાજિક કાર્ય શરૂ કરશે ત્યારે તે ઓછી સગવડો ધરાવતી કન્યાઓને સેનિટરી નેપકિન્સનું વિતરણ કરશે, "

તેમનું કાર્ય ફક્ત કિટ આપીને સમાપ્ત થતું નથી પરંતુ તેઓએ તેમને સમજાવે છે કે માસિક દરમિયાન સ્વચ્છતા કેવી રીતે જાળવવી અને કિટનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનો ઉપયોગ કર્યા પછી કેવી રીતે નિકાલ કરવો તેના શપથ લેવડાવે છે. શાળાએ નોંધ્યું છે કે તેમના ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થયો છે કારણ કે તરુણાવસ્થામાં પ્રવેશ્યા પછી તેમના માતાપિતા તેમને શાળામાં ન આવવા માટે ફરજ પાડતા હતા.
હવે તેઓ જાણે છે કે તેઓ દર મહિને આ કિટ મેળવશે અને તે શાળામાં હાજરી આપનાર વ્યક્તિને આપવામાં આવશે, કારણ કે મીના દાદી કોઈ પણ દિવસે આવી શકે છે.
અમે તેમને પૂછ્યું કે કઈ શક્તિ આ કાર્યને સમર્પિત કરવા માટે પ્રેરણા આપે છે, તેઓએ જવાબ આપ્યો,
" દીકરીઓની આંખોમાં તેમનો પ્રેમ અને સંતોષ એ પ્રેરણા આપે છે. તેઓ મને ભેટે છે અને મને ચુંબન કરે છે અને ક્યારેક ખુશીના આંસુ વરસાવે છે, મને લાગે છે કે જો હું આ નહીં કરું તો બીજું કોણ કરશે."

માનુની-મીના મહેતાને તેમના અસાધારણ કામ માટે અલગ અલગ માધ્યમો દ્વારા બિરદાવવામાં આવ્યા છે. આ કિટસ વધુ છોકરીઓ સુધી પહોંચે એ માટે તેમને સમર્થન આપતી વ્યક્તિઓ પાસેથી પણ સહાય મળે છે. તે માટે મીના મહેતાએ સેનિટરી નેપકિન્સ અને અન્ડરગારમેન્ટ્સ બૅન્ક બનાવ્યું છે જે લોકોના યોગદાનને સ્વીકારે છે. તેમની એકમાત્ર એવી શરત છે કે સારી ગુણવત્તાવાળા નેપકિન્સ અને નવા અન્ડરગારમેન્ટ્સ જ આપવા. અથવા તો કોઈ વ્યક્તિ ૨ છોકરીઓને તેમની સ્વચ્છતાની જરૂરિયાતો માટે દત્તક લઇ શકે છે.
મીના મહેતાએ પાંચ કન્યાઓ વચ્ચે કિટ્સનું વિતરણ શરૂ કર્યું હતું પરંતુ આજે ૪,000 કરતા પણ વધુ છોકરીઓ અને મહિલાઓ માટે કામ કરી રહ્યાં છે. તે આ વર્ષે ૫0 શાળાઓમાં પહોંચવાનો ધ્યેય હાંસલ કરવા માંગે છે. તેમણે મ્યુનિસિપલ સ્કૂલમાં સેનિટરી નેપકિન્સ વિતરણ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પરવાનગી લીધી, જ્યાં મોટા ભાગની છોકરીઓ શહેરની ઝૂંપડપટ્ટીમાંથી અભ્યાસ કરવા આવે છે. તે પોતાની રીતે ખાતરી કરીને દરેક છોકરીને કીટ વિતરિત કરે છે. કન્યાઓને વધારાની કીટ આપીને તેનો વેકેશનમાં પણ ઉપયોગ કરે તેની કાળજી રાખે છે.

બાળકોના મનમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે મેજિકલ કિટની સાથે તે ૪ થી ૧૧ વર્ષ વચ્ચેની છોકરીઓને "ટીની-મીની કિટ" નું વિતરણ કરી રહ્યાં છે જેમાં ઇનર્સનો એક સેટ, ટૂથ બ્રશ અને ટૂથ પેસ્ટનો સમાવેશ થાય છે. અને નવજાત શિશુને જન્મ આપનાર મહિલાઓને તેમના આરોગ્યની કાળજી લેવા માટે "હેપી મમ્મા" કીટ અપાય છે જેમાં ૨ નાઈટવેર, ૨ અંડરવેર, ૧ પેક સેનિટરી પેડનું, ૧/૨ કિલો ઘી, ૧/૨ કિલો ગોળ, ૬ લંગોટ, ૬ ઝભલાં અને ૪ બેબી રેપ્સનો સમાવેશ થાય છે.

સંદેશ: કોઈને મદદ કરવી એ રોકેટ વિજ્ઞાન નથી. તમે પાયાથી શરૂઆત કરી શકો છો. જો તમે ખરેખર પરિવર્તન જોવા માંગતા હો તો પરિવર્તનશીલ બનો. અને તમે જે કરી રહ્યા છો તે ચાલુ રાખીને પ્રમાણિક બનવાનો પ્રયત્ન કરો.
આ ઉમદા કાર્યને ટેકો આપવા માટે તમે નાનકડો ફાળો આપી શકો છો. મેજિકલ કિટ ૬0 રૂપિયા અને ટીની મિની કિટ ૬0 રૂપિયા અને હેપી મમ્મા કિટ ૩00 રૂપિયાની છે.
તેમનઓ સપર્ક અહીંથી કરી શકો છો :
મોબાઇલ નંબર: 0૯3૭૪૫૪૪૦૪૫
ઇમેઇલ આઈડી: meenaatulmehta@gmail.com
ફેસબુક: http://https://www.facebook.com/MANUNI-406379169463970/
Publised On: May 18, 2018


