Quick Links
Upcoming Events
-
Summer Essentials Workshop - By Chef Jalpa Ambani
Date: 22 Jun 2019
Time: 10:00 AmM to 1:00 PM
Venue: 2B, Arun Society, Nr. Mahalaxmi Cross roads, Paldi, Ahmedabad, 380007
Stay Connected
Back to Herexpertise Gujarati - PMS - Dar Mahinano Sangharsh
PMS - Dar Mahinano Sangharsh
પીએમએસ - દરેક મહિનાનો સંઘર્ષ
આવી ગયા એ દિવસો? ટાઇમ થઇ ગયો છે?
પ્લીઝ, Stop PMSing. અથવા તો પછી શું PMS શરૂ થઇ ગયા છે?
લોકો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નોનો મારો ચલાવે છે જયારે તમે મૂડલેસ જણાવ છો.
પણ ઘણી બધી વ્યક્તિઓને આ PMS શું છે એની જાણ નથી હોતી. તો એમના માટે અહીં સંક્ષેપ્ત માહિતી આપવાનો પ્રયાસ કરાયો છે.

પીએમએસ - પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ
માસિકના સમયગાળા પહેલાં મોટાભાગની મહિલાઓમાં ભાવનાત્મક, શારીરિક અને વર્તણૂંક સંબંધિત લક્ષણો જોવા મળે છે જે દરેક સ્ત્રીમાં અલગ હોય છે.
ભાવનાત્મક લક્ષણો (Emotional Symptoms)
- ચીડિયાપણું.
- કારણ વગર ગુસ્સો આવવો.
- કારણ વગર રડું આવવું.
- હતાશા અનુભવવી.
- સામાજીક રીતે અતડા રહેવું.
- કોઈની સાથે વાત કરવાનો મૂડ ન આવવો.
શારીરિક લક્ષણો
- સ્તન ભારે થઇ જવા અથવા સ્તન પર ગાંઠો થવી.
- ખીલ.
- ઊંઘ ન આવવી.
- માથું દુ:ખવું / migraineના લક્ષણો જણાવા.
- પાચન સંબંધિત તકલીફો થવી.
- પેટનું ભારેપણું.
- પેટમાં/ પીઠમાં દુ:ખાવો થવો.
વર્તણૂક સંબંધિત લક્ષણો
અમુક ચોક્કસ પ્રકારનો ખોરાક ખાવાની તીવ્ર ઈચ્છા(સામાન્ય રીતે ચોકલેટ, જંક ફૂડ અથવા કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર ખોરાક).
એવી ઘણી બધી સ્ત્રીઓ છે જેને પીએમએસ સંબંધિત લક્ષણો ક્યારેય અનુભવ્યા જ નથી પણ આ પ્રકારના લક્ષણો એટલી હદે ઘણી સ્ત્રીઓને અસર કરે છે કે તેમણે પોતાનું બધું કામ છોડી દેવું પડે અને એમને ખબર જ ન પડે કે શું થઇ રહ્યું છે અને આમાંથી બહાર કેવી રીતે આવવું. અનેક સંશોધનોના આધારે એવું સાબિત થયુંછે કે સરેરાશ 75-80% સ્ત્રીઓ પી.એમ.એસ. નો અનુભવ કરે છે, જે કોઈપણ પ્રકારના(ડાયગ્નોસ્ટીક) ટેસ્ટ દ્વારા સાબિત થઇ શકતો.
પીએમએસ અલગ-અલગ સ્ત્રીઓમાં અલગ-અલગ લક્ષણો રૂપી દેખાય છે અને પ્રત્યેક સ્ત્રીમાં અલગ-અલગ રીતે અનુભવાય છે.
PMSના લક્ષણોને ડિપ્રેશન અને હતાશાથી અલગ તારવવા જરૂરી છે જેના માટે તમારે આ લક્ષણોને સમય એટલે કે આ લક્ષણો કયા દિવસોમાં જણાય છે તે જોવું જરૂરી છે. સામાન્ય રીતે PMS માસિક શરૂ થવાના 5-7 દિવસ પહેલાં શરૂ થાય છે અને માસિક શરૂ થતા અદ્રશ્ય થઈ જાય છે. પણ જો આ પ્રકારના લક્ષણો આખા મહિના દરમ્યાન જણાય તો નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
પીએમએસ એ સ્ત્રીઓમાં હોર્મોન્સના ચઢાવ-ઉતારને કારણે જોવા મળે છે અને આ લક્ષણો એ સંકેત આપે છે કે તમારું માસિક નજીકના સમયમાં શરૂ થવાનું છે.
તેથી , જો આવા લક્ષણો જણાય તો હતાશ થયા વગર તેને મેનેજ કરવાનું શીખી લો. એ દરમ્યાન એવી વસ્તુઓ કરો જે તમારા મૂડને સારો રાખી શકે, કસરત અથવા morning walk મદદરૂપ થઇ શકે. થોડા ઘણા ઘરગથ્થું ઉપચાર અને જરૂર જણાય ત્યાં નિષ્ણાતની મદદ લઇ શકાય.
અને મહત્વની વાત, તમારા નજીકના વ્યક્તિઓને પીએમએસ શું છે તેની માહિતી આપો અને તમને આ લક્ષણો સાથે તમારું રોજીંદું કરવામાં મદદરૂપ થશે.
નોંધ : તમામ પુરુષોને એક વિનંતી, PMS ખરેખર તેણીનું routine અસ્તવ્યસ્ત કરી નાખે છે જરૂર છે તેણીને સમજવાની અને થોડા સહકારની.
Publised On: Apr 24, 2018


